< Ezekiel 11 >
1 And a spirit bore me up, and brought me unto the east gate of the house of the Lord, which looketh eastward: and behold, there were at the entrance of the gate five and twenty men; and I saw in the midst of them Yaazanyah the son of 'Azzur, and Pelatyahu the son of Benayahu, princes of the people.
૧પછી આત્મા મને ઊંચકીને યહોવાહના સભાસ્થાનના પૂર્વ દરવાજે લઈ ગયો, પૂર્વ તરફ, જુઓ, આ દરવાજાના બારણા આગળ પચ્ચીસ માણસો હતાં. મેં તેઓની મધ્યે લોકોના સરદાર આઝઝુરના દીકરા યાઝનિયાને તથા બનાયાના દીકરા પલાટયાને જોયા.
2 Then said he unto me, Son of man, these are the men that devise wickedness, and give evil counsel in this city;
૨ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, દુષ્ટ કર્મો કરવાની યોજના ઘડનાર તથા આખા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો પણ આ જ છે.
3 Who say, [The evil] is not near; so let us build houses: this [city] is the pot, and we are the flesh.
૩તેઓ કહે છે કે, ‘હમણાં ઘરો બાંધવાનો સમય નથી, આ નગર કઢાઈ છે, આપણે માંસ છીએ.’
4 Therefore prophesy against them, prophesy, O son of man.
૪માટે, તેઓની વિરુદ્ધ ભવિષ્યવાણી કર, હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કર!”
5 And the Spirit of the Lord fell upon me, and said unto me, Speak, Thus hath said the Lord, Thus have ye said, O house of Israel; and whatever cometh into your mind, do I know full well.
૫ત્યારે યહોવાહનો આત્મા મારા પર આવ્યો અને તેમણે મને કહ્યું; “બોલ, યહોવાહ આમ કહે છે; હે ઇઝરાયલી લોકો, તમે આ પ્રમાણે કહો છો, તમારા મનમાં જે વિચારો આવે છે તે હું જાણું છું.
6 Ye have multiplied those slain by you in this city, and ye have filled its streets with the slain.
૬તમે આ નગરમાં મારી નંખાયેલા લોકોની સંખ્યા વધારી છે, તેની શેરીઓ મૃતદેહોથી ભરી દીધી છે.
7 Therefore thus hath said the Lord Eternal, Those slain by you whom ye have struck down in the midst of it, —they are the flesh, and this place is the pot; but you are to be removed out of the midst of it.
૭તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મારી નંખાયેલા લોકોને યરુશાલેમની મધ્યે નાખ્યા છે, તેઓ માંસ છે, આ નગર કઢાઈ છે. પણ તમને આ નગરમાંથી બહાર લાવવામાં આવશે.
8 The sword have ye feared: and the sword will I bring over you, saith the Lord Eternal.
૮તમે તલવારથી ભય રાખતા હતા, તેથી પ્રભુ યહોવાહ કહે છે, હું તમારા ઉપર તલવાર લાવીશ”
9 And I will remove you out of the midst of it, and I will give you up into the hand of strangers, and will execute punishments among you.
૯“હું તમને નગરમાંથી બહાર કાઢી લાવીને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ, કેમ કે હું તમારી વિરુદ્ધ ન્યાય લાવીશ.
10 By the sword shall ye fall; on the boundary of Israel will I judge you: and ye shall know that I am the Lord.
૧૦તમે તલવારથી પડશો. ઇઝરાયલની સરહદથી તમારો ન્યાય કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!
11 This place shall not be unto you as a pot, so that you should be as flesh in the midst of it; but on the boundary of Israel will I judge you.
૧૧આ નગર તમારી કઢાઈરૂપ થશે નહિ અને તમે તેની અંદર માંસરૂપ થશો નહિ. ઇઝરાયલની સરહદમાં હું તમારો ન્યાય કરીશ.
12 And ye shall know that I am the Lord: because in my statutes have ye not walked, and my ordinances have ye not executed; but ye have done after the ordinances of the nations that are round about you.
૧૨ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું, જેના વિધિઓ પ્રમાણે તમે ચાલ્યા નથી અને જેના હુકમોનું તમે પાલન કર્યું નથી. પણ તેને બદલે તમે તમારી આસપાસ રહેતી પ્રજાઓના હુકમોનુ પાલન કર્યું છે.
13 And it came to pass, as I was prophesying, that Pelatyahu the son of Benayah died. Then fell I down upon my face, and cried with a loud voice, and said, Ah Lord Eternal! wilt thou make a full end of the remnant of Israel?
૧૩હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એવું બન્યું કે બનાયાનો દીકરો પલાટયા મરી ગયો. હું ઊંધો પડ્યો અને મેં મોટે અવાજે પોકારીને કહ્યું કે, “અરેરે, પ્રભુ યહોવાહ, શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”
14 Then came the word of the Lord unto me, saying,
૧૪યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
15 Son of man, thy brethren, even thy brethren, the men of thy kindred, and the whole house of Israel altogether, are they unto whom the inhabitants of Jerusalem have said, Remain you far from the Lord: unto us is this land given for a possession.
૧૫“હે મનુષ્યપુત્ર, તારા ભાઈઓને એટલે તારા ભાઈઓને, તારા કુળના માણસોને તથા સર્વ ઇઝરાયલી લોકોને યરુશાલેમના રહેવાસીઓએ કહ્યું છે કે, તેઓને યહોવાહથી દૂર કાઢવામાં આવ્યા છે; આ દેશ તો અમને અમારી મિલકત તરીકે સોંપવામાં આવ્યો છે.’”
16 Therefore say, Thus hath said the Lord Eternal, Although I have removed them far away among the nations, and although I have scattered them among the countries: yet will I be to them as a minor sanctuary in the countries whither they are come.
૧૬તેથી કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: ‘જો કે મેં તેઓને દૂરની પ્રજાઓમાં કાઢી મૂક્યા છે, જો કે મેં તેઓને દેશો મધ્યે વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડા સમય સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.
17 Therefore say, Thus hath said the Lord Eternal, I will both gather you from the people, and assemble you out of the countries whether ye have been scattered, and I will give you the land of Israel.
૧૭તે માટે, પ્રભુ યહોવાહ કહે છે કે, ‘હું લોકોમાંથી તમને ભેગા કરીશ, જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમને એકત્ર કરીશ, હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.’
18 And they shall come thither, and they shall remove all its detestable things, and all its abominations out of it.
૧૮તેઓ ત્યાં આવીને સર્વ ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તેમાંથી દૂર કરશે.
19 And I will give them one single heart, and a new spirit will I put within you; and I will remove the heart of stone out of their body, and I will give unto them a heart of flesh:
૧૯હું તેઓને એક હૃદય આપીશ, જયારે તેઓ મારી પાસે આવશે ત્યારે હું તેઓમાં નવો આત્મા મૂકીશ, હું તેઓના દેહમાંથી પથ્થરનું હૃદય લઈને, તેઓને માંસનું હૃદય આપીશ,
20 In order that they may walk in my statutes, and keep my ordinances, and do them; and they shall be unto me for a people, and I will indeed be unto them for a God.
૨૦જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલે, તેઓ મારા નિયમોનું પાલન કરે અને તેનો અમલ કરે. ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
21 But as for those whose heart walketh after the heart of their detestable things and their abominations, their way do I bring upon their own head, saith the Lord Eternal.
૨૧પણ જેઓ પોતાની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ ચાલે છે, તેઓની કરણીઓનો બદલો હું તેઓને માથે લાવીશ. આ પ્રભુ યહોવાહનું વચન છે.”
22 Then did the cherubim lift up their wings, and the wheels at the same time with them; and the glory of the God of Israel was over them above.
૨૨ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી અને પૈડાં પણ તેઓની સાથે હતાં. ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેઓના પર હતું.
23 And the glory of the Lord ascended from the midst of the city, and halted upon the mount which is on the east side of the city.
૨૩યહોવાહનું ગૌરવ નગરમાંથી ઉપડીને પૂર્વ બાજુએ આવેલા પર્વત પર ઊભું રહ્યું.
24 But a spirit bore me up, and brought me into Chaldea, to those in exile, in the appearance through the spirit of God: and then ascended away from me the appearance which I had seen.
૨૪અને ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદીઓના દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. અને જે સંદર્શન મેં જોયું હતું તે મારી પાસેથી જતું રહ્યું.
25 Then did I speak unto those in exile all the things that the Lord had shown me.
૨૫પછી જે બાબતો યહોવાહે મને બતાવી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી.