< 詩篇 119 >

1 品行完美遵行上主法律的,這樣的人才算是真有福的,
આલેફ. જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.
2 遵守上主誡命全心尋求祂的,這樣的人才算是真有福的。
જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.
3 他們總不為非作惡,只按祂的道路生活。
તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.
4 您頒發了您的命令,叫他們嚴格去遵行。
તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.
5 願我的行徑堅定,為遵守您的章程!
તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!
6 我若重視您的每條誡律,我就絕對不會蒙羞受辱。
જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.
7 我一學習您正義的判詞,就以至誠的心靈頌謝您。
જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.
8 我要遵守您的規矩,不要將我完全棄去!
હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.
9 青年怎樣才能守身如玉?那就只有遵從您的言語。
બેથ. જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.
10 我要用我整個心尋覓您,不要讓我錯行您的諭旨!
૧૦મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.
11 我將您的話藏在我心裏,免得我犯罪而獲罪於您。
૧૧મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 上主,您理應受讚頌,教訓我遵守您的誡命。
૧૨હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.
13 您所傳授的一切法度,我要以我的脣舌敘述。
૧૩મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.
14 我喜愛您約法的道路,就如喜愛一切的財富。
૧૪તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.
15 我要默想上主的法度,要沉思您一切的道路。
૧૫હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ.
16 我喜歡您一切的章程,我永遠不忘您的聖言。
૧૬તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ.
17 請恩待您的僕人我得以生存,這樣使我能夠服從您的綸音。
૧૭ગિમેલ. તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું.
18 求您開明我的眼睛,透視您法律的奇能。
૧૮તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.
19 我原是寄居塵世的旅客,不要向我隱瞞您的規則。
૧૯હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.
20 我因常常渴慕您的諭令,我的靈魂便為此而成病。
૨૦મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.
21 您已經怒責了驕矜橫蠻的人,背棄您誡命的,是可咒詛的人。
૨૧તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો.
22 請除去我所受的淩辱與輕謾,因為我已經遵守了您的規範。
૨૨મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, કારણ કે મેં તમારા નિયમો માન્યા છે.
23 判官雖然反對我而開庭,您僕人仍然默思您的章程。
૨૩સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે.
24 因為您的誡命是我的喜樂,您的典章是我的謀士。
૨૪તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે.
25 我的靈魂雖已輾轉於灰塵,求你照你的諾言使我生存。
૨૫દાલેથ. મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જિવાડો.
26 我陳明我的行徑,您便垂聽了我;
૨૬મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.
27 請指給我您約法的路徑,我要沉思您的奇妙工程。
૨૭તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત શિક્ષણ વિશે ચર્ચા કરી શકું.
28 我的靈魂因憂傷而滴滴流淚,請照您的諾言使我奮昂興起。
૨૮દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો.
29 求您不要使我走錯誤的道路,求您賜我常遵守您的法度。
૨૯અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; કૃપા કરીને મને તમારા નિયમો શીખવો.
30 我揀定真理的途徑,我矢志服從您的諭令。
૩૦મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે.
31 我時常依戀著您的法度,上主不要叫我蒙受羞辱。
૩૧હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે.
32 我必奔赴您誡命的路程,因為您舒展了我的心靈。
૩૨તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
33 上主,給我指出您章程的道路,我要一直到死仔細遵守。
૩૩હે હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ.
34 求您教訓我遵守您的法律,我要以整個心靈持守不逾。
૩૪મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.
35 求您引導我走您誡命的捷徑,因為這捷徑使我非常高興。
૩૫મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, કારણ કે હું તેમાં આનંદ માનું છું.
36 使我的心傾慕您的律例,不要讓我的心貪財好利。
૩૬તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો.
37 求您轉回我的眼目免看虛榮,求您按照您的道路賜我生命。
૩૭વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.
38 求您向您的僕人實踐您的許諾,即您向敬愛您的人所許的恩賜。
૩૮તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.
39 求您除去我所怕的羞恥,因為您的約法是我的甘飴。
૩૯જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40 我如何渴慕您的規約,按照您的正義賜我生活。
૪૦જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.
41 上主,願您的仁慈和救恩,照您的諾言臨於我身!
૪૧વાવ. હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો.
42 對凌辱我的人,我有所答辯,因為我全寄望於你的聖言。
૪૨તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.
43 不要由我口撤去真理的訓言,因我一心一意渴望你的判斷。
૪૩મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.
44 我要常常遵守你的法典,時時不斷,一直要到永遠。
૪૪હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.
45 我要行走平坦寬闊的途徑,因為我常常追求你的誡命。
૪૫તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.
46 我要傳述您的規律,在列王前也不畏懼。
૪૬હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ.
47 我非常喜悅您的規誡,因為我對此有所鍾愛。
૪૭તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે.
48 我向您的誡命舉起我的手,對您的一切章程沉思不休。
૪૮હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; હું તમારા વિધિઓનું મનન કરીશ.
49 求您莫把您給您的僕人的諾言遺忘,因為您在這諾言裏賜給我希望。
૪૯ઝ. તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.
50 在我的憂苦中,這是我的安慰,因為您的聖言,賜給了我生氣。
૫૦મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: તમારા વચને મને જિવાડ્યો છે.
51 驕傲人雖加給我極度的侮辱,但我卻沒有偏離過您的法律。
૫૧અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી.
52 我一思到您永怚的斷定;上主,我是多麼安慰而高興。
૫૨હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે અને મને દિલાસો મળ્યો છે.
53 為了背棄您法律的罪人,我不知不覺地恕火焚心。
૫૩જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઊપજે છે.
54 在我這客居不定的寓所,您的法令成了我的詩歌。
૫૪તમારા વિધિઓ મારાં ગીતો છે તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
55 上主,夜間我想起您的聖名,我就決意遵守您的法令。
૫૫હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે અને હું તમારા નિયમો પાળું છું.
56 我之所以如此這般,因我遵守您的規範。
૫૬આ મારું આચરણ છે કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે.
57 上主,我說:我的福分,就是遵守您的教訓。
૫૭ખેથ. હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે.
58 我全心仰膽著您的容貌,求您按您的諾言憐憫我。
૫૮મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો.
59 我一默想到我所走的道路,就把我的腳轉您的法度。
૫૯મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.
60 爽爽快快,毫不躊躇,我常遵守您的法度。
૬૦તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી.
61 惡人的繩索雖將我纏起,我郤未將您的法律忘記。
૬૧મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી.
62 為了您正義的判語,我半夜起身讚美您。
૬૨તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.
63 我常向敬愛您的人為友,與遵守您誡命的人為侶。
૬૩જે કોઈ તમને માન આપે છે અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું.
64 上主,您的慈愛充滿大地,求您教我遵守您的律例。
૬૪હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો.
65 上主,您依照您的言詞,善待了您的僕役。
૬૫ટેથ. હે યહોવાહ, વચન પ્રમાણે, તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.
66 您以知識和聰慧教訓我,我要一心信賴您的誡條。
૬૬મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67 我在受苦以前徘徊岐途,但我現今順從您的訓語。
૬૭દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું.
68 您是慈善的,好施仁惠,求您給我教授您的規矩。
૬૮તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
69 驕傲人捏造謊言陷害我,我要全心遵守您的規約。
૬૯ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.
70 他們的心遲純如蒙脂肪,然而我卻喜歡您的典章。
૭૦તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.
71 為叫我能學習您的法度,受若遭難於我確有好處。
૭૧મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું.
72 您頒的法律對我的利益,連千萬的金銀也不能比。
૭૨સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.
73 您的雙手創造了我,形成了我;求您賜我智力,為學您的誡條。
૭૩યોદ. તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો.
74 敬愛您的人,見我就喜歡;因為我常仰望您的聖言。
૭૪તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે.
75 上主,我知道您的審判是公正無私的,您叫我遭受磨難是理所當然的。
૭૫હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે.
76 照您給您僕人的許諾,按您的仁慈來安慰我。
૭૬તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો.
77 願您的仁愛臨於我,使我生活,因為您的法律就是我的喜樂。
૭૭હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78 願無端難為我的驕傲人蒙羞!但是我要默想沉思您的法律。
૭૮અભિમાનીઓ લજ્જા પામો, કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું.
79 願那些敬愛您的人歸向我,願關心您的人依附我!
૭૯જેઓ તમને માન આપે છે અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો.
80 願我全心遵守您的法典,這樣我便不致自覺羞赧。
૮૦તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો કે જેથી મારે બદનામ ન થવું પડે.
81 我靈渴慕您的救援而衰弱,我熱切地盻望著您的許諾。
૮૧કાફ. મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; હું તમારાં વચનની આશા રાખું છું.
82 我對您的諾言望眼欲穿,究竟您何時才賜我慰安?
૮૨તમે મને ક્યારે દિલાસો આપશો? એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે.
83 我雖然相似煙熏的皮囊,我仍然不忘卻您的典章。
૮૩કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; હું તમારા વિધિઓને વીસરતો નથી.
84 您僕人的歲月還能有多久?您何時處罰迫害我的惡徒?
૮૪તમારા સેવકના દિવસ કેટલા છે? મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો?
85 不按您法律生活的驕傲人,暗中給我挖掘了陷阱深坑。
૮૫જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે.
86 您所有的一切誡命全是真道;他們無理迫害我,求您協助我。
૮૬તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
87 我們幾乎將我由地上滅絕,但我卻沒有背棄您的規誡。
૮૭પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.
88 您按照您的仁慈使我生活,這樣我必遵守您口中的條約。
૮૮તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
89 上主您的聖言,永遠存留,它堅固而不移,好似蒼天。
૮૯લામેદ. હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90 您所有的忠誠,代代流傳,您所造的大地,屹立不變。
૯૦તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.
91 天地時常遵守您的旨意,因為萬物都是您的僕役。
૯૧તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.
92 我如果不喜愛您的法令,我早已在我苦患中喪命。
૯૨જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત.
93 我永遠不忘卻您的法令,因為您藉此賜給我生命。
૯૩હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે.
94 我全屬於您,求您救拔我,因為我尋求了您的法約。
૯૪હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે.
95 惡人窺視我,忌把我殺害,然而我仍細想您的規誡。
૯૫દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
96 我看任何齊全的都有界限,唯您的誡命卻廣闊無邊。
૯૬મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
97 上主,我是多麼愛慕您的法律,它是我終日對默想的題目。
૯૭મેમ. તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
98 您的誡命永遠存在於我心,它使我比我的仇敵聰明。
૯૮મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે.
99 我比我所有的教師更聰明,因為我常默想您的法令。
૯૯મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું.
100 我比老年的人更有智慧,因為我恪守您的律例。
૧૦૦વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે.
101 我使我的腳迴避一切惡路,為叫我能夠遵守您的言語。
૧૦૧હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે.
102 我不偏離您的約法,因為是您教訓了我。
૧૦૨તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે.
103 您的教言對我上顎多麼甘美!在我的口中比蜂蜜更要甘美!
૧૦૩મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!
104 由您的誡命,我獲得了聰明,因我憎惡一切欺詐的途徑。
૧૦૪તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
105 上主,您的言語是我腳步的明燈,是我路途上的光明。
૧૦૫નુન. મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.
106 我今起誓,我要定志,堅守您正義的諭令。
૧૦૬હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે.
107 上主,我已經受苦很重,照您的諾言,保我生命。
૧૦૭હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.
108 上主,請悅納我口中的祭獻,請教訓我明白您的審斷。
૧૦૮હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.
109 我的生命常處於危險中,但我仍不忘記您的法典。
૧૦૯મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી.
110 惡人雖然給我設下陷阱,我仍然不偏離您的章程。
૧૧૦દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી.
111 您的誡命永做我的家產,因為這是我心中的喜歡。
૧૧૧મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.
112 我要傾心遵守您的法典,千秋萬世,一直到永遠。
૧૧૨તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે.
113 我惱恨心懷二意的人,對您的法律,我喜愛萬分。
૧૧૩સામેખ. હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
114 您是我的庇護我的盾牌,因此我唯您的聖言是賴。
૧૧૪તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે.
115 作惡的人,您們應離我遠去!因為我要遵守天主的法度。
૧૧૫દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
116 照您的諾言,扶持我的生命,不要讓我的希望成成為泡影。
૧૧૬તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.
117 求您扶持我得蒙拯救,能時常留意您的制度。
૧૧૭તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિ નિયમોનું મનન કરીશ.
118 凡背棄您法令的,您都鄙棄,因為他們的思念全是詐欺。
૧૧૮જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.
119 地上的惡人您都看作渣滓,因此我非常喜愛您的法制。
૧૧૯તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
120 我的肉身因敬愛您而戢戰憟,對您的諭令失也知所敬愛。
૧૨૦હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.
121 我行正義及合法律的事情,別把我交於壓迫我的壞人。
૧૨૧હાયિન. મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
122 求您保證您僕人的安全,沒有驕傲心將我磨難。
૧૨૨તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123 對您的救助和正義的諾言,我熱切渴盻已經望眼欲穿。
૧૨૩તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
124 求您照您的仁慈恩待您的僕人,也求您教訓我能明白您的章程。
૧૨૪તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.
125 我是您的僕人,求賜我明達,為使我能夠通曉您的約法。
૧૨૫હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
126 現今是上主行動的時候,因他們違反了您的法度。
૧૨૬હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
127 所以我愛慕您的誡律,遠勝各種黃金和寶玉。
૧૨૭હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
128 我尊重您的一切誡命,憎惡所有的欺詐途徑。
૧૨૮તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
129 您的約法誠然是美妙神奇,因此我的靈魂要遵守不離。
૧૨૯પે. તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.
130 您的言語經過解釋必會發亮光照,連知識淺薄的人也可以通達知曉。
૧૩૦તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; તે ભોળા માણસ પણ સમજી શકે છે.
131 我張開我的口嗟嘆唏嚧,因為我極渴慕您的誡律。
૧૩૧હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.
132 求您回身向我,垂憐我,如素常對待愛您名者然。
૧૩૨જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.
133 引導我的腳步履行您的訓誥,不要允許任何邪惡來主宰我。
૧૩૩તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.
134 求您救我擺挩人的欺壓,為使我能遵守您的律法。
૧૩૪જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.
135 求您給您的僕人顯示您的慈顏,同時也您們給我教導您的規範。
૧૩૫તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.
136 我的眼淚滴滴下流有如溪水,因為他們全不遵守您的法規。
૧૩૬તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.
137 上主,您原是公義的,您的判決是正直的。
૧૩૭સાદે. હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે.
138 您以正義和至誠,立定了您的誡命。
૧૩૮ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.
139 我的熱火快要將我消耗殆盡,因為我的敵人忘了您的聖訓。
૧૩૯મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે તેથી મારા રોષે મને ક્ષીણ કર્યો છે.
140 您的教言經過千捶百鍊,您的僕人對它愛不知倦。
૧૪૦તમારું વચન તદ્દન નિર્મળ છે અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે.
141 我雖然年記幼小,被人輕看,可是我總不忘卻您的法範。
૧૪૧હું નાનો તથા ધિક્કારાયેલો છું, તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી.
142 您的正義永遠公正,您的法律永遠堅定。
૧૪૨તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે.
143 困苦和壓迫雖然來臨我身,但您的誡命仍是我的歡欣。
૧૪૩મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.
144 您的約法永遠公允,賜我智慧,使我生存。
૧૪૪તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ.
145 我全心呼號,並求您俯聽,上主,我要遵守您的法令。
૧૪૫કોફ. મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 我呼號您,求您救護,我必遵守您的法度。
૧૪૬મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.”
147 天還未亮,我就起來求助,熱切期待您的訓語,
૧૪૭પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે.
148 夜裏每更,我都睜開眼睛,全是為了您的聖訓。
૧૪૮તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
149 上主,請照您的仁慈俯聽我的呼聲,上主,請照您的正義使我得以重生。
૧૪૯તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 非法迫害我的人已經臨近,他們都遠離了您的法令。
૧૫૦જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે.
151 上主,願您時常與我親近,您一切的誡命全屬忠信。
૧૫૧હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 我早就已由您的約法得知,那都是您從永遠所立定。
૧૫૨લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.
153 求您垂視我的苦難而救拔我、因為我媲沒有忘記您的約法。
૧૫૩રેશ. મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.
154 求您辯護我的案件而拯救我,並請依照您的諾言,使我生活。
૧૫૪મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 恨不得救恩達達離開惡徒,因為他們不理睬您的法度。
૧૫૫દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.
156 上主,您的仁愛何其廣闊,按照您的諭旨,賜我生命。
૧૫૬હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
157 迫害與磨難我的人確實眾多,然而我卻不曾偏離您的法約。
૧૫૭મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 奸黨惡輩我一看見就會生厭,因為他們都不遵守您的規範。
૧૫૮મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 上主,請您看我如何愛您的訓令,上主,照您的仁慈保全我的生命。
૧૫૯હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 您聖言的總綱確是真實無欺,您正義的一切判斷永遠不移。
૧૬૦તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે.
161 王侯雖然無緣無故加我苦難,我的心靈仍舊敬愛您的教言。
૧૬૧શીન. સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 我對您的諾言實在歡喜若狂,像得到許多勝利品的人一像。
૧૬૨જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.
163 奸詐邪惡是我所恨所愛的,您的法令是我所喜所愛的。
૧૬૩હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, પણ હું તમારા નિયમને ચાહું છું.
164 為了您那正義的判詞,我一要讚美您七次。
૧૬૪તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું.
165 愛慕您法律的必飽享平安,沒有一點失足跌倒的危險。
૧૬૫તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 上主,我期待您的助佑,上主,我遵守您的法度。
૧૬૬હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે.
167 我的靈魂恪守您的規誡,因為我對規誡十分喜愛。
૧૬૭હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 我必要遵守您的規誡和勸言,因我的一切道路在您的面前。
૧૬૮હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો.
169 上主,願我呼聲上達於您,求您照您的約言使我明理。
૧૬૯તાવ. હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 願我的祈求到達您的面前,求您照您的諾言救我脫險。
૧૭૦મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને સહાય કરો.
171 願我的雙脣湧溢讚美歌曲!因為您給我教授您的法律。
૧૭૧મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 願我的舌頭歌詠您的訓令!因您的一切誡命盡屬公正。
૧૭૨મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.
173 願您伸出您的手救助我!因為我揀選您的法約。
૧૭૩મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે.
174 上主,我渴望您的救援,您的法律是我的喜樂。
૧૭૪હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 願我的靈魂活著讚美您,願您的斷語來支持我!
૧૭૫મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 我像迷路的亡羊,請尋回您的僕人,因為我總沒有忘記您任何的誡命。
૧૭૬હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.

< 詩篇 119 >